Close

    પરિચય

    “ન્યાય સૌને માટે” તે સુનિશ્ચિત કરવા માટે સમાવિષ્ટ કાનૂની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું.

    ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA)ના મુખ્ય કાર્ય છે:-

    • મફત અને સક્ષમ કાનૂની સેવા સહાય પ્રદાન કરવી.
    • કાનૂની જાગૃતિ ફેલાવવી અને સમાજના નબળા વર્ગના સશક્તિકરણને સુનિશ્ચિત કરવું.
    • વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ (ખાસ કરીને લોકઅદાલત અને મઘ્યસ્થીકરણ) ને ઝડપી અને ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવી.

    મફત અનેસક્ષમ કાનૂની સહાય કોને મળી શકે?

    • મહિલાઓ અને બાળકો
    • અનુસૂચિત જાતિ (SC ) અને અનુસૂચિત જનજાતિ (ST)
    • ઔદ્યોગિક કામદારો
    • શારીરિક કે માનસિક અશક્તિ ધરાવતા લોકો
    • કસ્ટડીમાં રહેલ વ્યક્તિઓ
    • માનવ તસ્કરીના પીડિતો
    • કુદરતી આપત્તિ, જાતિ/વંશીય હિંસા અથવા અદ્યોગિક દુર્ઘટનાના પીડિતો
    • વાર્ષિક આવક ₹3,00,000/-* કરતા ઓછી હોય અથવા કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ મર્યાદા હેઠળ આવતા વ્યક્તિઓ.
      [*નોંધ: કાયદા વિભાગ, ગુજરાત સરકાર ના જાહેરનામા ક્રમાંક GK/09/2025/LSA/2000/ 2814/D, તારીખ:૧૩/૦૫/૨૦૨૫ મુજબ]

    કોનો સંપર્ક કરવો?

    ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ

    કયા પ્રકારની કોર્ટ અથવા સત્તાઓ, જ્યાં કાનૂની સહાય મળી શકે?

    • સિવિલ, ક્રિમિનલ અને રેવન્યુ કોર્ટ
    • ટ્રીબ્યુનલ અને ન્યાયિક કે અર્ધન્યાયિક સત્તાઓ.

    મફત કાનૂની સેવાઓ આપતી સંસ્થાઓ:

    • રાષ્ટ્રીય / રાજ્ય / જિલ્લાનાં કાનૂની સેવા સત્તા મંડળ
    • તાલુકા કાનૂની સેવા સમિતિઓ
    • ઉચ્ચ ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિઓ

    સંપર્ક વિગતો

    ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA )
    📍 ત્રીજો માળ, GSLSA બિલ્ડીંગ,
    ગુજરાત હાઇકોર્ટ પોસ્ટ ઓફિસ પાસે,
    ગુજરાત હાઇકોર્ટ કેમ્પસ, અમદાવાદ – 380060
    📧 ઈ-મેઈલ: msguj[dot]lsa[at]nic[dot]in
    📞 ટોલ ફ્રી નંબર: 15100