Close

    કારોબારી અધ્યક્ષ

    hmjayk
    માનનીય કારોબારી અધ્યક્ષ માનનીય શ્રી ન્યાયાધીશ અલ્પેશ વાય. કોગજે

    માનનીય ન્યાયાધીશ
    ગુજરાત હાઈકોર્ટ
    સોલા, અમદાવાદ

    માનનીય શ્રી ન્યાયાધીશ અલ્પેશ વાય. કોગજે

    નામદાર સાહેબ ની જન્મ તારીખ ૧૬.૦૭.૧૯૬૯ છે. ૧૯૯૦માં બી.એસસી. (રસાયણશાસ્ત્ર) અને ૧૯૯૩ માં એલએલ.બી. પાસ કર્યું. ૧૯૯૩માં બારમાં જોડાયા અને કાયદાકીય પ્રેક્ટિસ શરૂ કરી.૨૦૦૧ માં સહાયક સરકારી વકીલ અને ૨૦૦૨માં અધિક સરકારી વકીલ તરીકે નિયુક્ત થયા અને ૨૦૦૭ સુધી આધિક સરકારી વકીલ તરીકે સેવા આપી.

    ૦૭.૦૬.૨૦૧૧ ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં ખાસ તપાસ ટીમ (SIT) માટે ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત થયા. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા તપાસાયેલા/તપાસ કરાયેલા કેસો માટે ખાસ કાઉન્સેલ તરીકે પણ નિયુક્ત થયા.

    ૧૭.૦૯.૨૦૦૮ ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગ માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિયુક્ત થયા.૨૦૦૨ ના ગોધરા રમખાણોથી ઉદ્ભવેલા મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ કેસોનું સંચાલન કર્યું. ગુજરાત હાઇકોર્ટ ખાતે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ( સર્વિસ અને નોન- સર્વિસ), ફોજદારી કેસો તેમજ અન્ય વિવિધ કેસોમાં વકીલાત કરી.

    ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને તારીખ ૦૬.૦૪.૨૦૧૬ ના રોજ ચાર્જ સંભાળ્યો અને તારીખ ૧૫.૦૩.૨૦૧૮ ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે પુષ્ટિ મળી.